HomeMorbiમોરબીમાં ઘર બન્યું દારૂનો અડ્ડો! રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 13 બોટલ સાથે...
મોરબીમાં ઘર બન્યું દારૂનો અડ્ડો! રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 13 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી શહેરમાં પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરતા એક શખ્સને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. રણછોડનગર સ્થિત જલારામ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં વેચાણના ઇરાદે સંતાડીને રાખેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી સાગરભાઈ કાંતીલાલ પલાણ (ઉં.વ. ૩૨)એ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ કિંમત રૂપિયા ૧૧૭૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.