HomeMorbiલાયન્સનગરમાં પોલીસનો દરોડો: વિદેશી દારૂના 11 ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

લાયન્સનગરમાં પોલીસનો દરોડો: વિદેશી દારૂના 11 ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાયન્સનગર વિસ્તારમાંથી એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલી થેલીમાંથી રૂ. 2,640 કિંમતના વિદેશી દારૂના 11 ચપલા મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર મેઈન રોડ, સરમાળીયા દાદાના મંદિર સામેની શેરીમાંથી એક ઈસમ શંકાસ્પદ હાલતમાં કાપડની થેલી લઈને પસાર થતો મળી આવ્યો હતો. તલાશી લેતા થેલીમાંથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૧ કિંમત રૂપિયા ૨૬૪૦ નાં મુદ્દામાલ સાથે અજયભાઈ તળશીભાઈ ચાવડા રહે. લાયન્સનગર મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular