HomeMorbi20% વ્યાજ ચૂકવ્યા છતાં રૂ.50 લાખની પઠાણી ઉઘરાણી! ટંકારામાં વ્યાજખોરોના ત્રાસથી હોટલ...

20% વ્યાજ ચૂકવ્યા છતાં રૂ.50 લાખની પઠાણી ઉઘરાણી! ટંકારામાં વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકે જીવન ટૂંકાવવાનો પ્રયાસ

ટંકારાના નેકનામ ગામે વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રૂ.29.70 લાખની રકમ 20% વ્યાજે લીધા બાદ ફરિયાદીએ રૂ.2.05 કરોડ ચૂકવ્યા હોવા છતાં વધુ રૂ.50 લાખની ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાનો આક્ષેપ છે. ત્રાસથી કંટાળેલા 46 વર્ષીય હોટલ સંચાલકે ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને ચા ની હોટલ ચલાવતા લિંબાભાઈ માંડાભાઈ લામકા (ઉ.વ.૪૬) એ આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા તથા વિક્રમસિંહ રાજુભા ઝાલા રહે. બંને નેકનામ ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તેમના દિકરા તથા દિકરીના લગ્ન તથા મકાનના રીનોવેશન કામ માટે આરોપી રાજેન્દ્રસિંહ પાસે થી રૂ. રૂ.૨૯,૭૦,૦૦૦/- ૨૦% ના વ્યાજે લીધેલ હોય જેના બદલામાં ફરીયાદીએ રૂ. ૨,૦૫,૦૦,૦૦૦/- ચુકવી દીધેલ હોવા છતા અરોપીઓએ રૂ.૫૦,૦૦,૦૦૦/- ની ફરીયાદી પાસેથી પઠાણી ઉઘરાણી કરી રકમ ન ભરી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેના ત્રાસથી કંટાળી ફરીયાદીએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular