HomeMorbiદોઢ વર્ષથી સજા વોરંટથી બચતો આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાંથી પકડાયો

દોઢ વર્ષથી સજા વોરંટથી બચતો આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાંથી પકડાયો

વાંકાનેરમાં કોર્ટના સજા વોરંટ અને નોન-બેલેબલ વોરંટથી બચવા માટે છેલ્લા દોઢેક વર્ષથી નાસતો-ફરતો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે. વાંકાનેર સિટી પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ભાટીયા સોસાયટીમાંથી આરોપીને ઝડપી લઈ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે મે.એડી.ચીફ. મેજી.સા. ની કોર્ટ મોરબીના આરોપી કેતનભાઈ હિમતભાઇ પરમાર રહે-તમ્મા ક્રિએશેન પટેલ ડ્રગસની બાજુમા વિશ્વપ્રેમી ફરસાણની સામેની ગલીમાં અલંકાર ટોકીઝ સુરેન્દ્રનગર વાળાનુ નામદાર કોર્ટ તરફથી સજા વોરંટ અને નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થયેલ હોઇ જે આરોપી હાલ વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે હોવાની બાતમી મેળવી નામદાર કોર્ટના સજા વોરંટના કામે પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીને હસ્તગત કરી મોરબી સીટી એ ડીવીઝન જાણ કરવા તજવિજ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular