HomeMorbiમોરબી જિલ્લા માહિતી કચેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના શપથ લેવાયા
મોરબી જિલ્લા માહિતી કચેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના શપથ લેવાયા
સમગ્ર દેશમાં તા. ૨૭ ઓક્ટોબરથી ૦૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન “સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬”ની ઉજવણી કરવામાં આવી છે. આ વર્ષની ઉજવણીની થીમ ‘Probity for Prosperity’ રાખવામાં આવી હતી.
આ અંતર્ગત મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ, પ્રામાણિકતા, પારદર્શિતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જાળવવાના સંકલ્પ સાથે સતર્કતા જાગૃતિના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
સરકારી કામગીરીમાં પ્રામાણિકતા અને જવાબદારીની ભાવના મજબૂત કરવા તેમજ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવી સ્વચ્છ, પારદર્શક અને જવાબદાર વહીવટી વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપવા માટે આ શપથ લેવામાં આવ્યા હતા.