HomeMorbiમોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રકની ભાગીદારીના હિસાબે લોહિયાળ ખેલ! પુત્રને બચાવવા વચ્ચે...
મોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રકની ભાગીદારીના હિસાબે લોહિયાળ ખેલ! પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાની હત્યા, સાત સામે ગુનો
ટ્રકની ભાગીદારીના નાણાકીય હિસાબની જૂની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્વીફ્ટ અને સ્કોર્પિયો કારમાં આવેલા સાત શખ્સોએ પરિવારને આંતરી ધારીયા-ધોકા અને પથ્થરોથી હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે બે યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.
મોરબીના જુના ટીંબડી ગામના પાટિયા પાસે બનેલી આ ઘટનામાં જીગ્નેશભાઈ મુરતિયાની ફરિયાદના આધારે ભાવેશભાઈ બારૈયા સહિત પાંચ સગા ભાઈ અને અન્ય બે મળી કુલ સાત શખ્સો સામે મોરબી તાલુકા પોલીસમાં હત્યા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ સ્વીફ્ટ કારથી રસ્તામાં કાર આંતરી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ સ્કોર્પિયો કારમાં આવેલા અન્ય શખ્સોએ ધારીયા જેવા હથિયારો સાથે હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં રવિભાઈને નાકના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી અને ફરિયાદી જીગ્નેશભાઈને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન પુત્રને બચાવવા વચ્ચે પડેલા તેમના પિતા ખોડાભાઈ પર ધારીયાથી કપાળના ભાગે ઘા ઝીંકતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે BNS અને જી.પી.એ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.