HomeMorbiમોરબી નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 65 બોટલ વિદેશી દારૂ સાથે...

મોરબી નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 65 બોટલ વિદેશી દારૂ સાથે અરબાઝ જીવાણી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન નવા સાદુળકા ગામની સીમમાં નેશનલ હાઈવે સર્વિસ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અન્નપૂર્ણા હોટલ સામે ત્રણ પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલા અરબાઝ બરકતઅલી જીવાણીની તપાસ કરતાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 65 બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂની રૂ.36,725ની કિંમત તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.37,165નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા અરબાઝ જીવાણી (રહે. માર્કો સોસાયટી, ધૂટિયા રોડ, મોરબી) પાસે દારૂ અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાથી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular