HomeMorbiમોરબીના મચ્છીપીઠમાં જુગારધામ પર A ડિવિઝન પોલીસનો દરોડો: તીનપત્તી રમતા 8 શખ્સો...

મોરબીના મચ્છીપીઠમાં જુગારધામ પર A ડિવિઝન પોલીસનો દરોડો: તીનપત્તી રમતા 8 શખ્સો ઝડપાયા

મોરબી શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી સામે આવી છે. મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડી આઠ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ મચ્છીપીઠ માં આરોપી જુસબભાઈ ઉર્ફે જુસબ ના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઇસમો (૧) જુસબભાઈ ઉર્ફે જુસો ગુલમામદભાઈ મોવર, ઉંમર ૪૦ વર્ષ, રહે. જુના બસ્ટેશ પાછળ ઈદ મસ્જીદ રોડ, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબી. (૨) ફિરોજભાઈ મહમદહુશેનભાઈ ખોરમ, ઉંમર ૫૦ વર્ષ, રહે. જુના બસ્ટેશન પાછળ મચ્છી પીઠ ધાચી શેરી, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબી. (૩) પ્રફુલચંદ્ર ઉર્ફે ભુપતભાઈ વિજયશંકર પંડ્યા, ઉંમર ૪૫ વર્ષ, રહે. ધાચી શેરી નવા ડેલા રોડ, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબી. (૪) મુનવરભાઈ અનવરભાઈ મિનીવાડીયા, ઉંમર ૪૫ વર્ષ, રહે. ધાચી શેરી નવા ડેલા રોડ, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબી. (૫) વિપુલભાઈ દલીચંદભાઈ વરમોરા, ઉંમર ૪૬ વર્ષ, રહે. આલાપ રોડ પટેલ નગર પટેલ રેસીડન્સી, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબી. (૬) ઈમરાનભાઈ ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર, ઉંમર ૩૬ વર્ષ, રહે. મોરબી મચ્છીપીઠ ઈદ મસ્જીદ રોડ, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબી. (૭) સલમાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ, ઉંમર ૩૧ વર્ષ, રહે. મોરબી લાતીપ્લોટ, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબી. (૮) ગીરધરભાઈ ઠાકરશીભાઈ બારીયા, ઉંમર ૫૪ વર્ષ, રહે. મોરબી શકતશનાળા સ્કાય મોલ સામે રામનગર, ગામ મોરબી, તા. મોરબી, જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૨,૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular