HomeMorbiમોરબીમાં રહેણાંક મકાનમાં દરોડો; પોલીસની રેડમાં રૂ.23 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબીમાં રહેણાંક મકાનમાં દરોડો; પોલીસની રેડમાં રૂ.23 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સલાટવાસ વિસ્તારમાં રીજન્ટ હોટેલની બાજુમાં આવેલા એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડતાં રૂ.23,738ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સલાટવાસમાં ખુશાલભાઈ રૂડાભાઈ પરમારના મકાનમાં પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા ચપલાં મળી કુલ 31 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.23,738નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જોકે, પોલીસની રેડ દરમિયાન મકાનમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે ખુશાલભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.