HomeMorbiમોરબીમાં રૂ. 7.26 કરોડના સાયબર ફ્રોડનું મોટું રેકેટ ઝડપાયું! બેન્ક ખાતાં ભાડે...

મોરબીમાં રૂ. 7.26 કરોડના સાયબર ફ્રોડનું મોટું રેકેટ ઝડપાયું! બેન્ક ખાતાં ભાડે રાખી દેશભરમાં ઠગાઈ, 11 શખ્સો સામે ગુનો

મોરબીમાં સાયબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના બેન્ક ખાતાં ભાડે રાખી કરોડો રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસે આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધારો સહિત કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અલગ-અલગ બેન્કોમાં અન્ય લોકોના નામે ખાતાં ખોલાવી તેનો ઉપયોગ સાયબર ઠગાઈની રકમની હેરફેર માટે કર્યો હતો. આ ખાતાઓ સામે સમન્વય (SAMANVAYA) અને NCCRP પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 41 ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન આ ખાતાઓ મારફતે કુલ રૂ.7,26,20,266ના શંકાસ્પદ વ્યવહારો થયાનું સામે આવ્યું છે. UPI, IMPS અને RTGS મારફતે રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી બાદમાં રોકડ ઉપાડી લેવામાં આવતી હતી.

આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે ચેતનભાઈ કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી અને ભરતભાઈ બારડ ઉર્ફે ભરત રાવળ સહિત 11 શખ્સો સામે BNSની કલમ 316(5), 318(4), 3(5) અને 61(2) હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular