HomeMorbiમોરબીના પંચાસર રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ ઝડપાઈ
મોરબીના પંચાસર રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ ઝડપાઈ
મોરબીના પંચાસર રોડ પર રાજનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.4,022નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જોકે દરોડા સમયે મકાનમાં હાજર ન હોવાથી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર હનુમાન મંદિર પાછળ બાલાજી સિલેક્શનવાળી શેરીમાં રહેતા અશ્વિનભાઈ રમણિકભાઈ ગાંભવા પોતાના મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનના એક રૂમમાં પલંગ નીચે રાખેલા કાળા કલરના થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૦૩ સીલબંધ બોટલો મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કુલ રૂ. ૪,૦૨૨ ની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. રેઇડ દરમિયાન આરોપી અશ્વિનભાઈ રમણિકભાઈ ગાંભવા હાજર મળી આવ્યા ન હતા. જેથી પોલીસે પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.