HomeMorbiમોરબી શહેરમાંથી મોટરસાયકલની ચોરી અંગે ફરિયાદ

મોરબી શહેરમાંથી મોટરસાયકલની ચોરી અંગે ફરિયાદ

મોરબી શહેરમાં વાહનચોરીની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સ્કાયમોલ નજીકથી મોરબી કોર્ટમાં વકીલાત કરતા એડવોકેટની રૂ. ૩૦ હજારની કિંમતની હોન્ડા સીબી સાઈન મોટરસાયકલ અજાણ્યો તસ્કર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઓનલાઈન ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના સરદારબાગ સામેના શનાળા રોડ પર રહેતા અને મોરબી કોર્ટમાં એડવોકેટ તરીકે સેવા આપતા સંજયભાઈ કિશોરભાઈ કંઝારીયા (ઉ.વ. ૨૬)ની હોન્ડા કંપનીની કાળા તથા લાલ કલરના પટ્ટાવાળી સીબી સાઈન મોટર સાયકલ (રજી. નં. જીજે-૩૬-એન-૪૦૨૨, રૂ. ૩૦,૦૦૦ ની કિંમત) ગત તા. ૦૫/૧૧/૨૦૨૬ ના રોજ સાંજના સાતેક વાગ્યાથી રાત્રીના સાડા નવેક વાગ્યાના સમય દરમિયાન મોરબીના સ્કાયમોલની બાજુમાં પૂજા વેલવેટ નામની દુકાનની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયો હતો. આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ઈ.એફ.આઈ.આર. નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular