HomeMorbiવાંકાનેરમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઇ: બોલેરો અને કિયા સોનેટ સહિત રૂ. 14.30...
વાંકાનેરમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઇ: બોલેરો અને કિયા સોનેટ સહિત રૂ. 14.30 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
વાંકાનેર પંથકમાં દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે મોરબી એલસીબીએ કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં 600 લીટર દેશી દારૂ, બોલેરો પિકઅપ અને કિયા સોનેટ કાર સહિત કુલ રૂ. 14.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર વિસ્તારમાં બોલેરો પિકઅપ અને કિયા સોનેટ કાર મારફતે દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંને વાહનોને ઝડપી પાડ્યાં હતાં.
તપાસ દરમિયાન વાહનોમાંથી 600 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત બંને વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 14,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં અરવિંદ મુકેશભાઈ સોલંકી, સની શાંતિભાઈ કડેવાર અને પ્રકાશ જયંતીભાઈ કુંઢીયાની ધરપકડ કરી પ્રોહિબિશન ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી મોરબી એલસીબી અને પેટ્રોલિંગ સ્ક્વોડની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.