HomeMorbiમોરબીમાં સોશિયલ મીડિયા મારફતે વેપારીને ટાર્ગેટ કરાયો! હનીટ્રેપ રચી ખંડણી માંગવાના કેસમાં...
મોરબીમાં સોશિયલ મીડિયા મારફતે વેપારીને ટાર્ગેટ કરાયો! હનીટ્રેપ રચી ખંડણી માંગવાના કેસમાં ચારની ધરપકડ
સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા કેટલી ભારે પડી શકે તેનો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ‘kajal parmar.47’ નામના આઈડી મારફતે વેપારીનો સંપર્ક કરી તેને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. વેપારીને પંચાસર ચોકડી પાસે બોલાવી રૂ. 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી અને ત્યારબાદ રૂ. 12 લાખ આપવાનું નક્કી કરાયું હતું. રકમ ન આપતા વેપારીને ઘરે આવી માર મારવાની ધમકી આપી સતત દબાણ કરવામાં આવતું હતું.
વેપારીની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો ભાવેશભાઈ કંઝારીયા હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.