Saturday, April 25, 2026
HomeMorbiમોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઓકટ્રી હોટેલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઓકટ્રી હોટેલ પાસે જાહેરમાાં જુગાર રમતા કુલ-૦૪ ઇસમો પ્રવિણભાઇ વેરશીભાઈ સારલા રહે. જાંબડીયા તા-જી મોરબી, પીયુષભાઇ કેશુભાઇ ઝંજવાડીયા રહે. સો ઓરડી શેરી નંબર-૧૦ મોરબી, અજયભાઇ કાનજીભાઇ વઢરૂકીયા રહે. રહે. જાંબડીયા તા-જી મોરબી, પ્રફુલભાઇ પરશોતમભાઇ થોરીયા રહે.રાજકોટ કોઠારીયા સોલવન્ટ સીરારામ સોસાયટી પાછળ રાજકોટવાળાને રોકડ રૂ.૧૦૫૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular