HomeGujaratપ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ પાસા તળે જેલ હવાલે 

પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ પાસા તળે જેલ હવાલે 

મોરબી સ્ટેશન માં પ્રોહીબિશન ના ગુન્હાઓ માં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુન્હા માં સંડોવાયેલ આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (આહીર) રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી વાળા નુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા સારૂ મોરબી ડીવીઝન ના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક એસ.એચ સારડાના માર્ગદર્શન હેઠળ એસ.કે. ચારેલ પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.સગારકા સાથે પોલીસની એક ટીમ બનાવી સામાવાળા ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (આહીર) ઉવ-૪૪ રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી વાળા ને આજ રોજ તા ૫/૦૩/૨૦૨૫ કલાક ૧૪/૩૦ વાગ્યે પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular