HomeGujaratવાંકાનેરના વીડી જાંબુડીયા ગામ નજીકથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને નીકળેલો શખ્શ...

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામ નજીકથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને નીકળેલો શખ્શ ઝડપાયો

હોળી ધુળેટીના તહેવાર પહેલા વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીકથી પોલીસે કારમાં રૂ.1 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી આરોપી રામદેવસિંહ ગજુભા ઝાલા (રહે.રાયસંગપર તા.મુળી જી.સુરેન્દ્રનગર) વાળાને કારમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ 168 કિ રૂ.1,01,556 સાથે પકડી લઈ કુલ રૂ.4,01,556 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો વિશાલ ગોરધનભાઈ કોળી (રહે.વરડુસર તા.વાંકાનેર) વાળાએ મંગાવ્યો હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular