HomeGujaratકર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આવતીકાલથી વિનામૂલ્યે પશુ-પક્ષીઓના પાણી માટેના પાત્રનું વિતરણ કરાશે 

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આવતીકાલથી વિનામૂલ્યે પશુ-પક્ષીઓના પાણી માટેના પાત્રનું વિતરણ કરાશે 

મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ-પક્ષીઓ માટે પાણી પીવા માટે વિવિધ પ્રકાર ના પાત્રો નું વિનામૂલ્યે વિતરણ આવતીકાલ તારીખ 26 માર્ચથી ચાલુ કરવામાં આવે છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ – પક્ષીઓ ની પાણી ની વ્યવસ્થા કરી આપવા ના સેવા ભાવ થી વિવિધ પ્રકાર ના પાત્રો જેમકે પક્ષીઓ માટે માટી ના કુંડા, નાના પશુ માટે નાની સિમેન્ટ ની કુંડી (8 લીટર અને 15 લીટર) અને મોટા પશુઓ માટે મોટી સિમેન્ટ ની કુંડી (200 લીટર) નું વિનામૂલ્યે વિતરણ આવતી કાલ તારીખ 26 માર્ચ ના રોજ થી ચાલુ કરવા માં આવે છે.

ઉપર આપેલ કોઈ પણ પાણી ભરવાનું પાત્ર કર્તવ્ય જીવદયા કેન્દ્ર, માધવ ગૌશાળા પેહલા, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે સવારે 10 થી 1 સાંજે 4 થી 8 સુધી વિનામૂલ્યે મળી શકશે.

RELATED ARTICLES

Most Popular