HomeGujaratબુધવારે મોરબીવાસીઓને વીજકાપના કારણે કરવો પડશે આકરી ગરમીનો સામનો

બુધવારે મોરબીવાસીઓને વીજકાપના કારણે કરવો પડશે આકરી ગરમીનો સામનો

હાલ ગુજરાતના દરેક જિલ્લામાં ધમધોકાર તડકો પડી રહ્યો છે અને ખાસ કરીને લોકો બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું પણ ટાળી દેતા હોય છે અને તપતી લૂનો સામનો કરવા કરતા ઘર કે ઓફિસમાં પંખા અને એસીમાં બેસી રાહતનો શ્વાસ લેતા હોય છે પરંતુ આગામી બુધવારે મોરબીવાસીઓને વીજકાપના કારણે આકરી ગરમીનો સામનો કરવો પડશે.

મોરબી શહેર પેટા ૨ વિભાગ હેઠળ તા. ૧૬ ને બુધવારે મેન્ટેનન્સ કામગીરીને પગલે વિવિધ ફીડર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી બપોર સુધી વીજકાપ રહેશે.

તો વ્હેલી સવારે ૬ વાગ્યાથી જ વીજકાપ મૂકવામાં આવશે અને બપોરે ૧૨ વાગ્યા સુધી તે બંધ રહેશે.

વીજ પુરવઠો બંધ રહેશે તે વિસ્તારો જોઈએ તો, ચિત્રકૂટ ફીડરમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. વાવડી રોડ ફીડરમાં ક્રિષ્ના પાર્ક૧/૨, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર,ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો તેમજ શ્રદ્ધા ફીડરમાં શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો નહીં મળે.

RELATED ARTICLES

Most Popular