HomeGujaratમોરબી બન્યું રખડતા ઢોર મુક્ત, મનપાએ 15 દિવસમાં 68 ઢોર પકડી ગૌશાળામાં...

મોરબી બન્યું રખડતા ઢોર મુક્ત, મનપાએ 15 દિવસમાં 68 ઢોર પકડી ગૌશાળામાં મુક્યા

મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ગત તા.1 થી ૧૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૬૮ રખડતા ઢોર પકડી લેવામાં આવ્યા છે.

મોરબી મનપાની ટીમ દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન વજેપર, દાણાપીઠ, રવાપર રોડ, દાઉદી પ્લોટ, શક્તિ પ્લોટ, જેલ ચોક, લખધીરવાસ, વસંત પ્લોટ, સોમનાથ સોસાયટી, સામાકાંઠે લાલબાગ અંદર, ઉમા ટાઉનશીપ રોડ, રોટરી નગર, શનાળા જેવા વિવિધ વિસ્તારમાંથી રખડતા પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular