HomeMorbiમોરબી પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને 21 દારૂની બોટલ સાથે ઝડપ્યો

મોરબી પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને 21 દારૂની બોટલ સાથે ઝડપ્યો

મોરબીમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે મોરબીના કુબેરનગર શેરી નં.૩ સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વિદેશી દારૂની ૨૧ બોટલો સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન મોરબીના કુબેરનગર શેરી નં.૩મા રહેતા આરોપી દિનેશભાઇ જયમલભાઈ નાગર (ઉ.વ.૪૨) ના રહેણાંક મકાનની સામે શેરીમાં આરોપીએ પોતાની સેન્ટ્રો કાર રજીસ્ટર નં.જીજે-૦૩- ઈઆર-૦૯૭૩ વાળીમા વેચાણ/હેરાફેરી કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૧ કિં રૂ. 21 હજાર તથા કાર કિં. રૂ. 1 લાખ મળી કુલ કિં રૂ. 1.21 લાખ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular