HomeMorbiમોરબીના બેલા ગામે તીનપત્તી રમતા 2 જુગારી ઝડપાયા

મોરબીના બેલા ગામે તીનપત્તી રમતા 2 જુગારી ઝડપાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં જેતપર મોરબી રોડ પર સી.એન.જી. પંપની સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સો ઈમરાનભાઈ વલીમંમદભાઈ કટારીયા (ઉ.વ.૩૦) રહે. કુલીનગર-૧ વીશીપરા મોરબી તથા હિમાંશુભાઈ ભરતભાઈ બાવળીયા (ઉ.વ.૨૧) રહે. મહેન્દ્રનગર ચોકડી સી.એન.જી. પંપની સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ. 1210 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular