Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેર ન.પા. ની ચૂંટણીના વિજય સરઘસમાં ફટાકડા ફોડતા બે ભાઈઓ પર પાઈપથી...

વાંકાનેર ન.પા. ની ચૂંટણીના વિજય સરઘસમાં ફટાકડા ફોડતા બે ભાઈઓ પર પાઈપથી હુમલો

Advertisement
Advertisement

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી સમયે વિજય સરઘસમાં ફટાકડા કેમ ફોડયા કહી વાંકાનેરના માર્કેટ ચોકમાં એક યુવાન પર મધ્યરાત્રીએ પાઈપથી બે ભાઈઓએ હુમલો ક૨તા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર શહેરના દિવાનપરામાં રહેતા અને પાન કોલ્ડડ્રિન્કસની દુકાન ધરાવતા કેવલ રાજેશભાઈ સુરેલાએ આરોપી અમિત જયસુખલાલ સેજપાલ અને આરોપી વિશાલ જયસુખલાલ સેજપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના મિત્ર રાહુલ સાથે ગત તા.24ના રોજ રાત્રે 12 વાગ્યાના અરસામાં સોડા પીવા જતા હતા ત્યારે માર્કેટ ચોકમાં આરોપીઓએ સામે ત્રાસી નજરે જોઈ ગાળો આપતા તેઓ પાછા વળી આરોપી પાસે ગયા હતા અને ગાળો કેમ આપે છે તેમ પૂછ્યા બન્ને આરોપીઓએ કહ્યું હતું કે, વાંકાનેર નગર પાલિકાની ચૂંટણી સમયે કેમ વિજય સરઘસમાં ફટાકડા ફોડયા હતા. હવે આવી હોશયારી કરતો નહિ એમ કહી દુકાનમાંથી પાઈપ કાઢી માથામાં ફટકારી દેતા ઇજા પહોંચાડી હતી.

આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular