વાંકાનેરમાં પત્તાપ્રેમીઓ ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે અને દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે ત્યારે વાંકાનેર પોલીસ જુગારીઓને ઝડપી પાડવા મેદાને આવી છે. ત્યારે માર્કેટચોકમાં ટાઉનહોલના ખુલ્લા પટ્ટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 શખ્સને ઝડપી પાડ્યા છે.
વાંકાનેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બપોરના સમયે માર્કેટચોકમાં ટાઉનહોલના ખુલ્લા પટ્ટમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંદીપભાઈ અંબારામભાઈ માંડાણી રહે,ભાટીયા સોસાયટી, હાર્દ સતીષચંન્દ્ર ઓઝા રહે,રામચોક, આકાશ સતીષચંન્દ્ર ઓઝા રહે,રામચોક, સલીમભાઈ દાઉદભાઈ વળગામા રહે,સીટી સ્ટેશન રોડ અને મનિષભાઇ જગદિશભાઈ ભાટ્ટી રહે,વીશીપરા, વાંકાનેર ને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રૂ. 1870 રોકડા કબ્જે કર્યા હતા.
આ દરોડા દરમિયાન આરોપી મુકેશ નાજાભાઈ ગોહેલ, રહે.ભ૨વાડપરા વાંકાનેર નાસી જતા તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.




