HomeMorbiમોરબીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ મળી

મોરબીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ મળી

મોરબીમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં.૧૧ મા આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 37 બોટલો મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન મોરબીના વેજેપર શેરી નં.૧૧ માં રહેતા આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 37 બોટલ કિં રૂ. ૧૫,૦૫૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular