Sunday, April 19, 2026
HomeMorbiબેદરકાર બસ ડ્રાઈવરની લાપરવાહીથી વૃદ્ધા બસના ટાયરમાં કચડાઈ

બેદરકાર બસ ડ્રાઈવરની લાપરવાહીથી વૃદ્ધા બસના ટાયરમાં કચડાઈ

Advertisement
Advertisement

વાંકાનેરના પુલ દરવાજા નજીક આવેલા બસસ્ટેશનમાં એસટી બસના ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી બસ ચલાવતા બસમાં ચડી રહેલા વૃધ્ધાનો પગ ટાયર નીચે કચડાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, જૂનાગઢ જિલ્લાના બગડું ગામે રહેતા ફરિયાદી ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જીજે – 18 – ઝેડ – 9705 નંબરની એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.27ના રોજ તેઓ તેમના પત્ની વિજયાબેન (ઉ.વ.70) સાથે વાંકાનેર સાળાના ઘેર આવ્યા હતા અને પરત જૂનાગઢ જવા પુલ દરવાજા બસસ્ટેશને આવ્યા હતા ત્યારે વિજયાબેન બસમાં ચડવા જતા એસટી બસના ચાલકે અચાનક બસ ચાલુ કરી ચલાવતા વિજયાબેનનો પગ ટાયર નીચે કચડાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular