Sunday, April 19, 2026
HomeMorbiમોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલતી વાંકાનેર સીટી પોલીસ 

મોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલતી વાંકાનેર સીટી પોલીસ 

Advertisement
Advertisement

વાંકાનેરમાં મોટરસાયકલ ચોરીનો વણશોધાયેલા ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હો ડીટેક કરતી ચોરાવ બાઈક સાથે આરોપીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળી હતી કે ચોરીમા ગયેલા મોટરસાયકલ સાથે એક ઇસમ અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમા ઉભેલ છે. જે બાતમીના આધારે ઇસમને પકડી નામઠામ પુછી મોટરસાયકલના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મોટરસાયકલ ચાલકની સધન પુછપરછ કરતા વાંકાનેર પીરમસાય હોસ્પીટલ પાછળથી ચોરી કરી હોવાની કબુલાત કરતા ચોર હનીફશા ઇબ્રાહીમશા શાહદાર (ઉ.વ.૩૬) રહે,ચુનારા વાડ ચોકમા, શેરી નં.૫, ભાવનગર રોડ, રાજકોટવાળાને એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા જેનો રજી નં-GJ-10-K-8807 કી.રૂ. 30,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમં બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવલી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular