HomeGujaratમોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાનું જ્ઞાન સાધના પરીક્ષામાં ઝળહળતું પરિણામ

મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાનું જ્ઞાન સાધના પરીક્ષામાં ઝળહળતું પરિણામ

પીએમ માધાપરવાડી કન્યા શાળાની વંદના 109 અને હેંસી પરમાર 97 માર્ક સાથે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની ધો.8 ની 45 માંથી 20 બાળાઓએ 60 થી વધુ માર્ક્સ પ્રાપ્ત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે.

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ ટ્રેનિંગ, મેડિકલ એસેસેમેન્ટ, રંગોત્સવ, રમતોત્સવ, એક્સપોઝર વિઝીટ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત, સાયન્સ સર્કલ, મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા, ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે, જેમાં આ વર્ષે ધો.8 માં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાનું ઝળહળતું પરિણામ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવી છે જે શાળા માટે પણ ખૂબ ગર્વની વાત છે.

આ શાળાની તેજસ્વી બાળા વંદના હંસરાજભાઈ પરમાર 109 માર્ક અને હેંસી દિલીપભાઈ પરમાર 97 માર્ક સાથે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ પરિવારનું નામ ઊજળું કર્યું છે.

રાજય લેવલની પરીક્ષામાં 45 માંથી 20 બાળાઓએ 60 કે તેથી વધુ માર્ક પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવી છે.

શાળાને આ સુંદર સિદ્ધિ અપાવવા બદલ દરેક બાળાઓ તેમજ ધો. 6 થી 8 માં આકરી મહેનત કરાવનાર શિક્ષકો દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા અને અશ્વિનભાઈ ભુવા વગેરે ધો.6 થી 8 ના તમામ વિષય શિક્ષકો અને વિદ્યાર્થીનીઓને પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular