HomeMorbiભડિયાદ રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો, એક ફરાર

ભડિયાદ રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો, એક ફરાર

મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ રોડ પર ચબૂતરા પાછળ દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી નિમેષ અશ્વિનભાઈ મીરાણી રહે.વાઘપરા મોરબી ને રોકડા રૂ. 2700 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમાં સો ઓરડી પાસે રહેતા અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમાના કહેવાથી આંકડા લઈ જુગાર રમાડતો હોવાનું કબુલતા પોલીસે અફઝલને ફરાર દર્શાવી બન્ને શખ્સ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular