આજકાલ લોકો પૈસા કમાવવા ગમે તેવી હદ પાર કરી નાખે છે. પૈસા કમાવવાની લાલચ માણસને ખોટા કામ કરવા પણ મજબૂર બનાવી દે છે અને માણસ ગેરકાનૂની કામ પણ કરી બેસે છે જેની અંતે તો સજા પણ ભોગવવી જ પડે છે.
આવી જ એક ઘટના બની છે વાંકાનેરમાં…વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગ્રીન ચોક પાસે જાહેરમાં મોબાઈલમાં વાતચીત કરી આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા આરોપી હુસેન વલીમામદ સેખા રહે.લક્ષ્મીપરાવાળાને રોકડા રૂપિયા 800 તેમજ 5000 હજારની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લઈ જે વ્યક્તિ સાથે મોબાઈલ ફોન પર વાત કરી સોદો લખાવતો હતો તે આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.




