HomeMorbiHalvadનવા દેવળીયા ગામના પાટીયેથી થોડે દૂર બંધ પડેલા ટ્રક પાછળ બીજો ટ્રક...

નવા દેવળીયા ગામના પાટીયેથી થોડે દૂર બંધ પડેલા ટ્રક પાછળ બીજો ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત 

હળવદ માળિયા હાઈવે રોડ પર નવા દેવળીયા ગામના પાટીયેથી અડધો પોણો કિલોમીટર દૂર હાઈવે રોડ પર ટ્રક બંધ પડી જતા આરોપીએ ટ્રક રોડ પર રાખ્યો હતો અને રાતના સમયે ટ્રક પાછળ કોઈ આડશ ન કરતા ગાંધીધામ ગીતાજંલી ટ્રાન્સપોર્ટની ટ્રક પાછળ અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જેથી મૃતકના કાકાએ આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ કચ્છ ગાંધીધામ ગીતાજંલી ટ્રાન્સપોર્ટ અંજાર હાઈવે પર રહેતા અને ડ્રાઈવિંગ કરતા અર્જુનસિંહ નારાયણસિંહ રાવત (ઉ.વ.૩૪) એ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ટ્રક ચાલક આરોપીએ ટ્રક રોડ પર બંધ પડી ગયા છતા રાત્રે ટ્રક પાછળ સાઇડ સીગ્નલ તેમજ કોઇ રીફલેકટર કે આડશ ન કરતા ટ્રકના પાછળના ઠાઠામા ફરિયાદીના કુટુંબી ભત્રીજાએ ગાંધીધામ ગીતાજંલી ટ્રાન્સપોર્ટની ટ્રક ભટકાડતા ટ્રકના આગળના મોરાનુ કેબીન ચકદાઈ જતા ફરીયાદીના કુટુંબી ભત્રીજાને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને બંધ પડેલ ટ્રક સ્થળ પર જ મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular