HomeGujaratધો.12 ના વિધાર્થીઓની કપરી કસોટીનું પરિણામ જાહેર; સાયન્સનું 83.51 % અને સામાન્ય...

ધો.12 ના વિધાર્થીઓની કપરી કસોટીનું પરિણામ જાહેર; સાયન્સનું 83.51 % અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 % 

આજે રાજ્યભરના ધો.12 ના વિધાર્થીઓની કપરી મહેનતનુ પરિણામ આવી ચૂક્યું છે તેમજ ગુજકેટનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. ધો-12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ જાહેર થયું છે. જેથી મોટાભાગના વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાયન્સમાં 92.91 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 પરીક્ષાર્થી નોંધાયા હતા. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. જો કે, સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

રાજકોટ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.66 % જાહેર કરવામાં આવ્યું છે. તો રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 841 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 3644 વિદ્યાર્થીઓએ, B1 ગ્રેડ 5100 વિદ્યાર્થીઓએ, B2 ગ્રેડ 5107 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે. રાજકોટ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 22026 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 21966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 1452 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

2005 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 21 સ્કૂલોએ 10% કરતાં ઓછું પરિણામ મેળવ્યું છે. તો વિદ્યાર્થીઓનું પરિણામ 90.78 ટકા આવ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 95.23 ટકા આવ્યું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે 34 સ્કૂલોએ 10% કરતાં ઓછું પરિણામ મેળવ્યું છે. 831 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. 8093 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપનું પરિણામ 91.90 ટકા, B ગ્રુપનું પરિણામ 78.74 અને AB ગ્રુપનું પરિણામ 73.68 છે.

વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સાયન્સ અને કોમર્સના રીઝલ્ટ પહેલા જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ પાઠવ્યો હતો. જેમાં તેમણે પરીક્ષામાં સફળ થનારા અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. સાથે જ સફળ ન થનારા વિદ્યાર્થીઓને એક મહિના પછી ફરીથી પરીક્ષાનો ચાન્સ મળશે તેવું કહી ડિપ્રેશનમાં ન આવવાની અપીલ પણ કરી હતી.

RELATED ARTICLES

Most Popular