હળવદ તાલુકાના નવા દેવળીયા નવા પ્લોટ વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે બે ખુટીયા બાજતા બાજતા રોડ તરફ આવતા ખુટીયાઓને બચાવવા જતા રોડની સાઈડમાં ચાલીને જતા એક વ્યક્તિને ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.
જેથી મૃતકના ભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ ખોડિયાર પાર્ક સોસાયટી શેરી નં.1 માં રહેતા ઘનશ્યામભાઈ કરશનભાઈ અઘારા (ઉ.વ.૪૯) એ આરોપી અજાણ્યા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અજાણ્યા આઇસર ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ આઇસર ટ્રક જેતપર તરફથી નવા દેવળીયા ગામ તરફ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નવા દેવળીયા ગામ નવા પ્લોટ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરની સામે અચાનક બે ખુટીયા બાજતા બાજતા રોડ તરફ ચડી આવ્યા હતા ત્યારે ખુટીયાઓને બચાવવા જતા રોડની સાઇડમા ચાલીને જતા એક વ્યક્તિને ડાબી બાજુના ખભાનો તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નિપજ્યું હતું.
જ્યારે આરોપી ટ્રક ચાલક સ્થળ પરથી નાશી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




