HomeMorbiવાંકાનેરના ઠીકરીયાળા ગામે વાડીમાં રાખેલી દારૂની 49 બોટલ અને બિયરના 24 ટીન...

વાંકાનેરના ઠીકરીયાળા ગામે વાડીમાં રાખેલી દારૂની 49 બોટલ અને બિયરના 24 ટીન મળ્યા, આરોપી ફરાર 

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂની 49 બોટલો તથા બીયરના 24 ટીન મળી કુલ કી.રૂ.45,645 નો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે, વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં આરોપી અજીતભાઈ રામકભાઈ ખાચર રહે. ઠેકરીયાળા તા.વાંકાનેર વાળાની વાડીમા ઘોડાને રાખાવા માટે બનાવેલા તબેલામાં આવેલા ગમાણમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાડની કાચની કંપની શીલપેક નાની મોટી 49 બોટલો તથા બીયરના 24 ટીન મળી કુલ રૂ.45,645 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો તેમજ આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી અરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Most Popular