મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ 2 ડેમ હેડ વર્કસ ખાતે 250 HPના નવા બે પંપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેનું કનેક્શન GWSSB ની ચાલુ લાઈનમાં શટડાઉન લઈને કરવાનું છે જે કામગીરી આવતીકાલે એટલે કે, તા.14 મેના સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કરવામાં આવશે.
આ કામગીરીને પગલે મચ્છુ 2 ડેમમાંથી પાણી ન ઉપાડી શકતા સમગ્ર શહેરને આપવાનો પાણી પુરવઠો તા.14 મેના રોજ બપોરે 12 થી બીજે દિવસે ગુરુવારે સવારના 6 કલાક સુધી બંધ રહેશે. ત્યારબાદ સમગ્ર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા 48 કલાક જેટલો સમય લાગશે. જેથી આગામી ગુરુવાર અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રીતે થશે જેની નોંધ લેવા મનપાની યાદીમાં જણાવાયું છે.




