મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકે ઈકો કારના ચાલકે ટોલટેક્સ ન ચૂકવવો પડે તે માટે પુરઝડપે કાર ચલાવી બેરીકેટ તોડીને પસાર થતા બેરીકેટ ટોલ કલેક્ટ કરતા મહિલા કર્મચારીના માથામાં લાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકે ટોલટેક્સ ઉઘરાવવાનું કામ ક૨તા બંસીબેન મોહનભાઈ પરમાર રહે.મકનસર પ્રેમજીનગર નામની યુવતીએ જીજે – 03 – એલજી – 5247 નંબરની કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.5ના રોજ તેઓ ફરજ પર હતા ત્યારે બપોરના સમયે બેફામ ઇકો કાર ચાલકે ટોલનાકાનું બૂમ બેરીકેટ તોડીને નાસી જતા આ બેરીકેટ બંસીબેનને માથામાં લાગ્યું હતું. જેથી આ બનાવ અંગે બંસીબેનની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ઈકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




