Monday, April 20, 2026
HomeMorbiવાંકાનેર ફાયરીંગ બટ આજુબાજુના વિસ્તારમાં 25 મી સુધી પ્રવેશબંધી 

વાંકાનેર ફાયરીંગ બટ આજુબાજુના વિસ્તારમાં 25 મી સુધી પ્રવેશબંધી 

Advertisement
Advertisement

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક, રા.અ.પો.દળ જૂથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’,’બી’,’સી’, ‘હેડ કવાર્ટર’ કંપની તથા એમ.ટી. વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓની વર્ષ-૨૦૨૫ના અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે અને DY. COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOT ને વર્ષ-૨૦૨૫ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે આગામી તા.25 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તા.25 સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular