Monday, April 20, 2026
HomeMorbiમોરબીમાં વરલી મટકાના આંકડા ખેલતા જુગારીઓ પર પોલીસની ધોંસ 

મોરબીમાં વરલી મટકાના આંકડા ખેલતા જુગારીઓ પર પોલીસની ધોંસ 

Advertisement
Advertisement

મોરબી શહેર તેમજ જિલ્લામાં વરલી મટકાના જુગાર પર પોલીસે ધોસ બોલાવી હતી. જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન, વાંકાનેર તાલુકા તેમજ હળવદ પોલીસે અલગ અલગ ચાર દરોડામાં ચાર વરલીભક્તોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ મેઈન રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ઇબ્રાહિમ સફીભાઈ હોકાવાળાને વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂ.430 કબ્જે કર્યા હતા. જ્યારે બી ડિવિઝન પોલીસે નજરબાગ રેલવે સ્ટેશન, ભડિયાદ ખાતેથી આરોપી અનિસ સલીમભાઈ પંજવાણીને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2250 કબ્જે કર્યા હતા.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 280 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત હળવદ પોલીસે ભવાનીનગર સામેથી આરોપી અરજણભાઈ ભીખાભાઈ જામ્બુકિયાને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular