વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકનો ફીલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલી ઈનોવા કા૨ તથા દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકને 2.60 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ઈનોવા કારમાં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવી રાજકોટ અથવા વાંકાનેર તરફ જનાર છે. જે હકીકત વાળી ઈનોવા કાર વાંકાનેર બાઉન્ડ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા જેને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર ચલાવી નીકળી ગયેલ હતો, જેથી કારની ખાનગી વાહનો વડે પીછો કરી વધાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારને રોકી ઈનોવા કારમા ચેક કરતા કારમાથી દેશી દારૂ લીટર 300 કિ. રૂ.60 હજાર તથા ઈનોવા કારની કિ રૂ.2 લાખ ગણી આમ કુલ કી.રૂ.2.60 લાખના મુદ્દામાલ સાથે શાનબાજ આશીફભાઈ મીર રહે હાલ જોગાસર રોડ, પાણીની ટાંકી નાડીયાવાસ, ધ્રાંગધ્રાવાળાને પકડી લેવામાં આવ્યો છે.
આરોપીની પુછપરછ દરમિયાન દેશી દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રેહાનભાઈ ઈમરાનભાઈ પલેજા રહે.કાલીકા પ્લોટ મોરબી વાળો તથા દેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલભાઈ ઉર્ફે અમરદિપભાઈ ભાભલુભાઈ ગોવાળીયા રહે.ખાટડી તા.ચોટીલા વાળાનું નામ ખુલતા બન્નેની શોધખોળ ચાલુ છે. આ કામગીરીમાં ડી.વી. ખરાડી તથા સર્વેલન્સ ટીમના ASI રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા તથા પો.હેડ.કોન્સ કિર્તિસિંહ જાડેજા, પો.કોન્સ રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, અજયસિંહ ઝાલા તથા શકતિસિંહ પરમાર રોકાયેલ હતા.




