HomeMorbiવાંકાનેરના મોટા ભોજપરા ગામના શખ્સે બીજાના ખેતરમાં ઢોરના પાલા અને જારની કડબના...

વાંકાનેરના મોટા ભોજપરા ગામના શખ્સે બીજાના ખેતરમાં ઢોરના પાલા અને જારની કડબના ઢગલામાં આગ ચાંપી

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ખેડૂતે ખેતરમાં રાખેલો મગફળીનો પાલો તથા જારની કડબનો ઢગલો આરોપીએ સળગાવી દઈ ખેત પેદાશોનુ અંદાજીત 65 થી 70 હજારનું નુકસાન કરી નાસી જનાર શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા ખેતી કરતા એઝાજએહમદ ઇસ્માઇલભાઇ માથકીયા (ઉ.વ.34) એ તેમના જ ગામના આરોપી રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાભભાઈ સારલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની પાધરની વાડીએ રાખવામાં આવેલ મગફળીનુ ડુર(પાલો)નો તથા જારની કડબનો ઢગલો કરેલ હોય તેમાં આરોપીએ આગ ચાંપી દઇ ખેત પેદાશની 65 થી 70 હજાર રૂપિયા જેટલુ નુકસાન કરી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular