HomeMorbiવાંકાનેરના રાતાવીરડા ગામના રસ્તે યુવાનને ટ્રકે હડફેટે લેતા મોત

વાંકાનેરના રાતાવીરડા ગામના રસ્તે યુવાનને ટ્રકે હડફેટે લેતા મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે ટ્રક ટ્રેઈલર ચાલકે અંદાજે 30થી 35 વર્ષનો અજાણ્યો યુવાન પગપાળા ચાલીને જતો હતો ત્યારે ગત તા.12ના રોજ પાછળથી હડફેટે લઈ પછાડી દઈ પેડુના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ બાદ યુવાનના વાલી વારસો અંગે શોધખોળ ક૨વા છતાં કોઈ મળી ન આવતા હાલમાં રાતાવીરડા ગામના સવસીભાઈ જાદવભાઈ કૂણપ૨ાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Most Popular