વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રામાપીરના મંદીર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરના ટીનનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કારને કારચાલક સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામમા રામપીરના મંદીર પાસે રોડ પરથી આરોપી અશોકભાઈ હિરાભાઈ ડાભી રહે.નવા ઢુવા તા.વાંકાનેરવાળાને 91 હજારની કિંમતની વિદેશી દારૂની 70 બોટલ તથા 1800 ની કિંમતના 10 બીયરના ટીન સાથે બ્રેજા કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.4.92 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ગભરૂભાઈ માત્રાભાઈ ધાંધલ રહે.ધોળીયા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળા હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.




