HomeMorbiમોરબી મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી

મોરબી મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી

આજે “વિશ્વ યોગ દિવસ” અનુસંધાને પ્રોટોકોલ મુજબ મુજબ યોગા સેશનનુ પોલીસ હેડક્વાર્ટર, મકનસર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે રાહુલ ત્રિપાઠી પોલીસ અધીક્ષક દ્વારા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

આ તકે, યોગાભ્યાસમાં એસ.એચ.સારડા નાયબ પોલીસ અધીક્ષક, વાંકાનેર તથા મોરબી જિલ્લા પોલીસના અધીકારીઓ અને કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને વ્યવસ્થા વી.બી.દલવાડી નાયબ પોલીસ અધીક્ષક, મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.એમ. ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular