HomeMorbiવાંકાનેરના વસુંધરા ગામે નદીમાં પગ લપસી જતા 11 વર્ષની બાળકીનું મોત

વાંકાનેરના વસુંધરા ગામે નદીમાં પગ લપસી જતા 11 વર્ષની બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે સર્જાયેલી એક કરુણ ઘટનામાં ભેંસોને નદીએ પાણી પીવડાવવા લઈ ગયેલી 11 વર્ષીય બાળકીનો પગ લપસી જતા નદીના ઊંડા પાણીમાં ગરક થઈ જતા બાળકીનું મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા માનસીબેન જગદીશભાઇ હાડગરડા (ઉ.વ.11) નામની બાળકી ગઈકાલે તા.15ના રોજ સવારે ગામના પાધરમાં આવેલ બૈનેયો નદીમાં પોતાની ભેંસોને લઈ પાણી પીવડાવવા માટે ગઈ હતી ત્યારે અચાનક પગ લપસી જતા માનસીબેન ઊંડા પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે ભ૨તભાઇ નાથાભાઇ હાડગરડાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular