રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ 2300 જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયના જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી પણ કરી દીધી છે.
આ તમામ નવા કંડકટરોની ટ્રેનિંગ આજથી રાજકોટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી ડેપોને 37 નવા કંડકટર ફાળવવામાં આવ્યા છે ત્યારે હવે મોરબી ડેપોમાં કેવી રીતે વહીવટ કરવામાં આવશે તેમજ ડેપોને 37 નવા કંડકટર આપવામાં આવ્યા છે ત્યારે હવે કેટલા નવા રૂટ ચાલુ કરશે અને કેટલા નવા વિદ્યાર્થી રૂટો સંચાલનમાં લેશે તેમજ કેટલા રૂટ પર નવી નાઈટો આપશે તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, આજ સુધી મોરબી એસટી ડેપોના મેનેજર કંડકટરની ઘટ છે તેવું કહીને વિદ્યાર્થીઓ તથા લોકોને સમજાવી દેવામાં આવતા અને અનેક રૂટો કેન્સલ કરવામાં આવતા હતા તો હવે નવા કંડકટરની ભરતી થતા આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી મોરબીવાસીઓને આશા બંધાઈ છે, ત્યારે હવે કેવી રીતે સંચાલન કરવામાં આવે છે તે આગામી સમયમાં જોવું રહ્યું.




