મોરબીની દિકરી જુનાગઢ સાસરે હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ રહે. જુનાગઢના ચોબારી રોડ પર આવેલ અક્ષર ટાઉનશિપની બાજુમાં વિનાયક રેસીડેન્સી ડી 303 માં અને હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટ પાછળ એકતા બી એપાર્ટમેન્ટ બ્લોક નં.401 માં રહેતા ફાલ્ગુનીબેન અલ્પેશકુમાર કૈલા (ઉ.વ.43) એ આરોપી અલ્પેશભાઈ જેરાજભાઈ કૈલા, જેરાજભાઈ ગોવિંદભાઈ કૈલા, સવીતાબેન જેરાજભાઈ કૈલા રહે. બધાં વિનાયક રેસીડેન્સી ડી 303 અક્ષર ટાઉનશિપની બાજુમાં ચોબારી રોડ જુનાગઢવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપીઓએ ઘરકામ જેવી નાની નાની બાબતમા અવારનવાર કહી તેમજ કરીયાવર ઓછો લાવી છો તેવા મેણા ટોણા મારી દીકરાને ખોટી ચડામણી કરતા મારકુટ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




