Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ ગામના સ્મશાન પાસેથી ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવાતા 10 ઘેટાંનો આબાદ...

મોરબીના ઘુંટુ ગામના સ્મશાન પાસેથી ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવાતા 10 ઘેટાંનો આબાદ બચાવ, 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

Advertisement
Advertisement

મોરબી હળવદ હાઈવે રોડ પર આવેલ ઘુંટુ ગામના સ્મશાન પાસે એક કેરી ગાડીમાં ક્રુરતાપૂર્વક લઈ જવામાં આવી રહેલા દશ ઘેટાઓને છોડાવી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસીડેન્સીમા રહેતા જયદીપભાઇ કીશોરભાઈ ડાવડા (ઉ.વ.24) એ આરોપી નિશારઅહેમદ મહેમુદભાઇ ભટી (ઉ.વ.21) રહે, ખાટકીવાડ પાસે મદીના મસ્જીદની બાજુમા તા.જી મોરબી, ઈનુશભાઇ સીંકદરભાઈ ભટી (ઉ.વ.52) રહે ધાંગધ્રા મોચી વાડમા તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, અકરમભાઇ દાઉદભાઇ ભટી (ઉ.વ.34) રહે ધાંગધ્રા મોચી વાડમા તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના ઘુંટુ ગામના સ્મશાન પાસે આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી કેરી ગાડીમાં ગેરકાયદે ઘાસચારો કે પાણીની સગવડ વગર 10 ઘેટાંને ક્રુરતાપૂર્વક ભરી લઈ જતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ઘેટાં છોડાવી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular