Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના રહેણાંક મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત .1.96 લાખની મતા ચોરી...

મોરબીના રહેણાંક મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત .1.96 લાખની મતા ચોરી લીધી

Advertisement
Advertisement

મોરબીમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં મોરબીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ કિં રૂ.1.96 લાખની માલ મતા ચોરી ગયાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલા મધુવન સોસાયટીમાં રહેતા દિપકભાઇ ધીરજલાલ દલીચા (ઉ.વ.67) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તેમજ સાથીઓના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘર અંદર પ્રવેશ કરી મકાનમાં કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ.1.96 લાખની મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular