Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં જાહેર સ્થળે ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ 

મોરબીમાં જાહેર સ્થળે ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ 

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં જુદા-જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરુદ્ધ જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે અનુસાર, જિલ્લાભરમાં તા.31 ઓગસ્ટ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઈ સભા ભરવા પર કે સરઘસ કાઢવા પર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને-સંસ્થાને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો કે બોર્ડ-નિગમ દ્વારા આયોજિત કાર્યક્રમોને લાગુ પડશે નહીં. તેમજ આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ શિક્ષાપાત્ર થશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular