મોરબી મહાનગરપાલિકા દ્વારા શોભેશ્વર રોડ પીકનીક સેન્ટર ખાતે ગણેશ વિસર્જનનુ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ફાયરબ્રિગેડના જવાનો સતત સ્ટેન્ડબાય છે. તા.31 થી આજે 6 સપ્ટેમ્બર સુધીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં કુલ 428 મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યુ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અઘટિત દુઘટર્ના ન બને તે હેતુથી વિસર્જન સ્થળ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સાથે વિસર્જન સમયે ડુબવાની કોઈ ઘટના ન બને તેથી ફાયરબ્રિગેડના જવાનોની ટીમને સ્ટેન્ડબાય રાખી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, ગણેશ મહોત્સવના અંતિમ દિવસે એટલે કે આજે 180 જેટલી ગણપતિની મૂર્તિઓ આવી ગઈ છે જેનું વિસર્જન કરવામાં આવ્યું છે. તો ગણેશ વિસર્જનના આયોજનને સફળ બનાવવા મહાનગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસની ટીમો ખડેપગે રહી હતી.




